અપકૃત્યનો કાયદો- Law of Misconduct
અપકૃત્યનો કાયદો અપકૃત્યનો સમાવેશ દિવાની કાયદામાં થાય છે. અપકૃત્ય એટલે ટોર્ટ આ ટોર્ટ શબ્દ મૂળ લેટિન શબ્દ ટોર્ટમ ઉપરથી ઉતરી આવ્યો છે. ટોર્ટ શબ્દનો અંગ્રેજી પર્યાય રોંગ થાય છે. ટોર્ટનો અર્થ ખોટું વર્તન, વાંકું વર્તન અથવા દોષિત કાર્ય થાય છે. અપકૃત્યના કાયદાનું સંહિતાકરણ થયું નથી અને તેથી તેની કોઈ કલમ નથી પરંતુ તેનો આધાર ઉબી જસ ઈબી રેમેડીયમ એટલે કે જ્યાં હક્ક ત્યાં ઉપાય એ સુત્ર ઉપર અવલંબે છે. અપકૃત્યના લક્ષણો અપકૃત્ય એ દિવાની પ્રકારનું ખોટું કૃત્ય છે. તેમાં સંવર્ધક હક્કનો ભંગ થાય છે. તેમાં અધિકાર કાનુન દ્વારા પ્રાપ્ત થાય છે. કોમન લો માં દાવો અથવા કાર્યવાહી કરવાનો અધિકાર મળે છે. અપકૃત્ય બદલ નુકસાન વળતર મેળવવા હક્ક મળે છે. નુકસાન વિનાની હાનિ (ઈન્જુરીયા સાઈને ડમ્નમ) આ સુત્ર મુજબ વ્યક્તિના હક્કનો ભંગ થાય છે, પરંતુ તેને કોઈ વાસ્તવિક કે આર્થિક નુકસાન ન થાય, પરંતુ કાયદો માત્ર આર્થિક નુકસાનને મહત્વ નથી આપતો, બલ્કે વ્યક્તિના હક્કને મહત્વ આપે છે. વ્યક્તિના હક્કનો ભંગ થાય એટલે કાયદો માની જ લે છે કે વ્યક્તિને નુકસાન થયું જ છે, પછી ભલેને વ્યક્તિને એક પણ પૈસાનું નુકસાન ન થયુ હોય. કેસઃ- મ્યુનિસિપલ બોર્ડ ઓ...