અપકૃત્યનો કાયદો- Law of Misconduct
અપકૃત્યનો કાયદો
અપકૃત્યનો સમાવેશ દિવાની કાયદામાં થાય છે.
અપકૃત્ય એટલે ટોર્ટ આ ટોર્ટ શબ્દ મૂળ લેટિન શબ્દ ટોર્ટમ ઉપરથી ઉતરી આવ્યો છે. ટોર્ટ શબ્દનો અંગ્રેજી પર્યાય રોંગ થાય છે. ટોર્ટનો અર્થ ખોટું વર્તન, વાંકું વર્તન અથવા દોષિત કાર્ય થાય છે.
અપકૃત્યના કાયદાનું સંહિતાકરણ થયું નથી અને તેથી તેની કોઈ કલમ નથી પરંતુ તેનો આધાર ઉબી જસ ઈબી રેમેડીયમ એટલે કે જ્યાં હક્ક ત્યાં ઉપાય એ સુત્ર ઉપર અવલંબે છે.
અપકૃત્યના લક્ષણો
અપકૃત્ય એ દિવાની પ્રકારનું ખોટું કૃત્ય છે.
તેમાં સંવર્ધક હક્કનો ભંગ થાય છે.
તેમાં અધિકાર કાનુન દ્વારા પ્રાપ્ત થાય છે.
કોમન લો માં દાવો અથવા કાર્યવાહી કરવાનો અધિકાર મળે છે.
અપકૃત્ય બદલ નુકસાન વળતર મેળવવા હક્ક મળે છે.
નુકસાન વિનાની હાનિ (ઈન્જુરીયા સાઈને ડમ્નમ)
આ સુત્ર મુજબ વ્યક્તિના હક્કનો ભંગ થાય છે, પરંતુ તેને કોઈ વાસ્તવિક કે આર્થિક નુકસાન ન થાય, પરંતુ કાયદો માત્ર આર્થિક નુકસાનને મહત્વ નથી આપતો, બલ્કે વ્યક્તિના હક્કને મહત્વ આપે છે. વ્યક્તિના હક્કનો ભંગ થાય એટલે કાયદો માની જ લે છે કે વ્યક્તિને નુકસાન થયું જ છે, પછી ભલેને વ્યક્તિને એક પણ પૈસાનું નુકસાન ન થયુ હોય.
કેસઃ-
મ્યુનિસિપલ બોર્ડ ઓફ આગ્રા વિ. અશર્ફિલાલ
નુકસાન વિનાની હાનિ આ સુત્ર મુજબ વાદી પોતાનુ નામ મતદાર યાદીમાં દાખલ કરાવવા માટે હક્કદાર હોવા છતાં ખોટી રીતે તેનુ નામ મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું તેથી તે મત આપી શક્યો નહી, તેણે દાવો કરતા કોર્ટે ઠરાવ્યું કે વાદીના હક્કનો ભંગ થયો હોવાથી તેને વળતર મળી શકશે.
હાનિ વિનાનું નુંકસાન (ડેમ્નમ સાઈને ઈન્જુરીયા)
માત્ર આર્થિક નુંકસાન થાય પણ કોઈ જ હક્કનો ભંગ થતો ન હોય તો કાયદો વળતર અપાવી ન શકે હાનિ વિના અપકૃત્ય થઈ જ ન શકે.
કેસ
ગ્લુસેસ્ટર ગ્રામર સ્કુલઃ-
પ્રતિવાદી એક શાળાનો શિક્ષક હતો તેણે વાદીની તદ્દન નજીકમાં હરીફ શાળાની સ્થાપના કરી, પરીણામે વાદીની શાળાના વિદ્યાર્થીઓ પ્રતિવાદીની શાળામાં જોડાયા હતા. આથી વાદીએ પ્રતિવાદી ઉપર દાવો કર્યો કોર્ટે ઠરાવ્યુ કે, વાદીનો દાવો ચાલી શકે નહી, કારણ કે નિર્વ્યાજ હરિફાઈના લીધે ગમે તેટલું નુંકસાન થયું હોય તો પણ દાવાનો હક્ક પેદા થતો નથી.
કેસ
ચેસમોર વિ. રિચાર્ડઃ-
આ કેસમાં એક ઝરાના પાણીનો ઉપયોગ એક મીલ માલિક છેલ્લા છ વર્ષથી કરતો હતો. બાજુની જમીનના માલિકે પોતાની જમીનમાં કૂવો ખોદ્યો. જેથી પેલા ઝરાનું પાણી સુકાઈ ગયું. મીલ માલિકે તેની ઉપર કેસ કર્યો.
કોર્ટે ઠરાવ્યું કે મીલ માલિકના કોઈ કાનુની હક્કનો ભંગ કૂવો ખોદનારના કાર્યથી થતો નથી. પછી ભલે તેને આર્થિક નુકસાન થતું હોય.
જ્યાં હક્ક ત્યાં ઉપાય (ઉબી જસ ઈબી રેમેડિયમ)
આ સુત્રને સમજવા હાનિ વગરનું નુકસાન અને નુકસાન વગરની હાનિ એ સુત્રોને સમજવા પડશે.
કાનુની હક્કના ભંગને હાનિ કહેવામાં આવે છે. આવી હાની થઈ હોય તો આર્થિક નુકસાન ન થયું હોય તો પણ પગલા લઈ શકાય. તેથી ઉલટું આર્થિક નુકસાન હોય પરંતુ હાનિ થઈ ન હોય તો પગલા લઈ શકાય નહી.
કેસ
એશ્બી વિ. વ્હાઈટ
આ કેસમાં વાદીનુ નામ મતદાર યાદીમાં હોવા છતાં રીટર્નિંગ અધિકારીએ તેને મતપત્ર આપવાની ના પાડી જેથી વાદી પોતે લાયક મતદાર હોવા છતાં મતદાન કરી ન શક્યો. જોકે વાદી જેને મત આપવા માંગતો હતો તે ઉમેદવાર વાદીના વોટ વિના પણ ચુંટાઈ આવ્યો. પરંતુ વાદીની ફરીયાદ એટલી કે ગમે તે પરિણામ આવ્યું પરંતુ મત આપવાના તેના હક્કનો તો ભંગ થયો જ છે. વાદીએ રીટર્નિંગ અધિકારી સામે દાવો કર્યો.
રિટર્નિંગ અધિકારીએ આની સામે એવી દલીલ કરી કે, ૧. વાદીને કોઈ નુકસાન તો થયું નથી, ઉલ્ટાનું તેણે ઈચ્છેલ ઉમેદવાર ચુંટાણી જીતી ગયો છે. ૨. વળી વાદીને કોઈ આર્થિક નુકસાન તો થયું જ નથી.
રૂઢીચુસ્ત મત એવો હતો કે, દાવો રદ કરવા લાયક છે. પરંતુ ચીફ જસ્ટીસે જણાવ્યું કે દરેક કાનુની હાનિ નુકસાન ઉત્પન્ન કરે છે. પછી ભલેને વાદીને એક પણ પૈસાનું નુકસાન થયું ન હોય આ કેસમાં વાદીનો વિજય થયો અને તેને વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો.
કઈ વ્યક્તિ અપકૃત્યનો દાવો ન કરી શકે.
૧. મહાઅપરાધી અથવા ગુનેગાર
ઇંગ્લેન્ડમાં આ કાયદા અનુસાર વ્યક્તિ દાવો કરી શકતો નથી, પરંતુ ભારતમાં આ નિયમ લાગુ પડતો નથી. એટલે કે ભારતમાં કોઈ પણ કેદી પોતાની મિલકત કે વ્યક્તિગત નુકસાન અગર પ્રતિષ્ઠા અંગેના અપકૃત્ય માટે દાવો કરી શકે છે.
૨. પરદેશી દુશ્મન
આ અપવાદ પ્રમાણે પરદેશી દુશ્મન દાવો કરવા હક્કદાર નથી. પરંતુ આ અપવાદ પરદેશી વ્યક્તિને લાગુ પડતો નથી. તેથી કોઈપણ પરદેશી પોતાના હક્ક માટે દાવો કરી શકે છે. પરંતુ તે પરદેશી દુશ્મન દેશમાં વસતો હોય તો તે પરદેશી દુશ્મન કહેવાય, અને તેથી તે દાવો કરવા હક્કદાર નથી.
૩. પરિણીત સ્ત્રી
ઇંગ્લેન્ડમાં આ કાયદા પ્રમાણે દાવો કરી શકાય નહી ત્યાં એવી કહેવત પ્રચલિત છે કે, પતિ તેની પત્નિની ગરદન તોડે તો વાંધા નહીં પરંતુ જો તે તેનું ઘડીયાળ ભાંગે તો જવાબદાર થશે. પરંતુ ભારતમાં પતિ-પત્નિ વ્યક્તિગત હક્ક માટે એકબીજા વિરુદ્ધ દાવો કરી શકે છે.
૪. નિગમ
નિગમ સાથે થયેલા કૃત્યો માટે નિગમ દાવો માંડી શકશે પરંતુ જો અપકૃત્ય નિગમ સામે થઈ શકે તેવું જ ન હોય તો તે દાવો કરી શકશે નહી.
૫. બાળક
ગર્ભસ્થિત બાળક તેને થયેલ હાનિ માટે દાવો કરી શકે નહી.
પરંતુ અમેરિકા અને કેનેડાની કોર્ટોએ ગર્ભસ્થિત બાળકોના હક્કોને પણ મંજુર રાખ્યા છે. ભારતમાં આવા પ્રકારના પ્રશ્નો ભાગ્યેજ ઉપસ્થિત થાય છે.
૬. દેવાળીયો કે નાદર
કોઈ વ્યક્તિને નાદાર ઠરાવવામાં આવે તે પછી પણ તે વ્યક્તિગત હાનિ માટે દાવો કરી શકે, પરંતુ તેની મિલકતને થયેલ હાનિ માટે તે દાવો કરી શકે નહી.
૭. પરદેશી રાજ્ય કે રાજાઓ
ભારતમાં કલમ-૮૪ પ્રમાણે કોઈપણ વિદેશી રાજ્ય દાવો કરી શકે છે. જો કે તે માટે એવા રાજ્યને સરકાર દ્વારા માન્યતા મળી હોવી જોઈએ
પ્રતિનિધિક જવાબદારીનો સિદ્ધાંતઃ
સામાન્ય રીતે કાયદાનો નિયમ એવો છે કે, જે વ્યક્તિ અપકૃત્ય કરે છે તે વ્યક્તિ નુકસાન આપવા જવાબદાર બને છે. ફોજદારી કાયદામાં આ નિયમને ચુસ્તપણે પાળવામાં આવે છે. અને તેથી કોઈ એક વ્યક્તિએ ગુનો કર્યો હોય તો તેના માટે બીજી વ્યક્તિને જવાબદાર ઠરાવવામાં આવતી નથી. પરંતુ બીજી વ્યક્તિ જો ઉશ્કેરણી કે ઉત્તેજન કે કાવતરામાં સહભાગી હોય તો તેણે જાતે કાર્ય કર્યુ ન હોવા છતાં જવાબદાર ઠરાવી શકાય છે. તેને આપણે ખાસ કરીને નોકર અને શેઠના સંદર્ભમાં વિસ્તારથી સમજીશું.
માલિક જવાબદારી અદા કરવા સક્ષમ છે અને તેથી તેને નુકસાન ભરવા જવાબદાર ઠરાવવો જોઈએ. માલિકે તેના કાર્યો એ રીતે કરવા જોઈએ કે જેથી બીજાને નુકસાન ન થાય. માલિક નોકરના કાર્યોથી લાભ ઉઠાવે છે. માલિક નોકર દ્વારા સમગ્ર વસ્તુ કે ઘટનાનું સંચાલન કરે છે. આ કારણોસર માલિકને જવાબદાર ઠરાવવો જોઈએ.
અપકૃત્યના ગુના કે જવાબદારીમાંથી ક્યાં સંજોગોમાં મુક્તિ મળે છે.
પક્ષકારના મૃત્યુથી.
અપકૃત્યના કાયદામાં કોમન લો નું સુત્ર છે કે, દાવો કરવાનો વ્યક્તિનો અંગત હક્ક તેના મૃત્યુ સાથે જે નષ્ઠ થાય છે. એટલે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના વારસદારો દાવો કરી શકે નહી. પરંતુ ૧૯૩૪ અને ૧૯૭૦ ના લો રિફોર્મ એક્ટથી એવી જોગવાઈ કરવામાં આવી કે વ્યક્તિના મૃત્યુ પછઈ પણ દાવાનું કારણ ચાલુ રહે છે.
અભિત્યાગથી.
અભિત્યાગ એટલે પોતાની તરફેણમાં અસ્તિત્વ ધરાવતા હક્કોનો ઈરાદપૂર્વક ત્યાગ. અભિત્યાગમાં એક ઉપાય અજમાવ્યા પછી બીજો ઉપાય અજમાવી શકાય નહી. પ્રતિવાદીએ વાદીના માલનું રૂપાંતર કર્યુ ત્યારબાદ માલ વેચી તેનો ઉપજમાં થયેલો ખર્ચ કાપી બાકી રકમ તેણે વાદીને આપી. વાદીએ તેનો સ્વીકાર કર્યો. આ કેસમાં વાદીએ બીજા ઉપાયનો અભિત્યાગ કર્યો કહેવાય.
અનુમતિ અને સમાધાનથી.
સંમતિ અને સમાધાન અપકૃત્યની જવાબદારીમાંથી મુક્તિ અપાવે છે. જોકે ફોજદારી ફરિયાદને સમાધાનથી માંડી વાળવામાં આવે તો તેનાથી દિવાની હક્કનો બાધ નડતો નથી. કારણ કે ફોજદારી અને દિવાની કાર્યવાહીના અલગ ઉપાયો હોઈ એકના કરેલા સમાધાન બીજાને બાધક નથી.
ઉત્સર્ગથી
એક વ્યક્તિ બીજી વ્યક્તિનો લેખિત રીતે જવાબદારીમાંથી મુક્ત કરે એટલે ઉત્સર્ગ કર્યો કહેવાય. ઉત્સર્ગ એટલે સ્વેચ્છા પૂર્વકની મુક્તિ.
મૌનસ્વિકૃતથી.
વ્યક્તિ સાથે કપટ કરીને કરાર કરવામાં આવે અને પાછળથી તેને કપટની ખબર પજે છતા પણ કરાર રદ કરાવવામાં વર્ષો સુધી પગલા ન લે તો તેણે મૌનસ્વીકૃતી કરી ગણાશે.
અદાલતી ફેસલાથી.
અપકૃત્યનો દાવો થયા પછી સક્ષમ સત્તા ધરાવતી અદાલતો મારફતે દાવાનો ફેંસલો થઈ જાય અને તે ફેંસલા ઉપર અપીલનો સમય પૂરો થઈ જાય પછી પક્ષકારો જવાબદારીમાંથી મૂક્ત થઈ જાય છે.
સમયમર્યાદાના કાયદાને કારણે.
અપકૃત્યનો દાવો નક્કી કરેલ સમયમર્યાદામાં કરવો જોઈએ. જો નક્કી કરેલી સમયમર્યાદામાં દાવો ન કરવામાં આવે તો પ્રતિવાદીની જવાબદારીનો અંદ આવે છે. જો કે લિમિટેશન એક્ટ, ૧૯૬૩ મુજબ દાવો કરવાના હક્ક લઈ લેવામાં આવતા નથી, પરંતુ તે હક્ક અમલમાં મૂકવાના ઉપાય લેવામાં આવે છે.
અપકૃત્યના કાયદામાં પ્રતિવાદીને મળતા બચાવોઃ
રાજ્યનું કૃત્ય
રાજ્યની સાર્વભૌમસત્તા કે સર્વોપરી સત્તાએ કરેલુ કૃત્ય એક સારો બચાવ છે.
કસ્તુરીલાલ વિ. સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ
સ્ટેટમાં નોકરી કરતા કર્મચારીની બેદરકારી બદલ સરકાર જવાબદાર થાય ખરી.
કસ્તુરીલાલ સોના, ચાંદી, વગેરેનો વેપારી કે જે અમૃતસરનો હતો, વેપાર કરવા મેરઠ ગયો તા.૨૦-૦૯-૧૯૪૭ ની રાત્રે ક્રિ.પો.કો. ની કલમ ૫૪(૧) મુજબ શંકાના આધારે એને પકડવામાં આવ્યો. બીજા દિવસે એને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો અને એની ચાંદી પરત કરવામાં આવી પરંતુ સોનું પરત કરાયું નહી. તેણે સોનું પરત કરવા દાવો માંડ્યો. વિકલ્પે રકમ રૂ|.૧૧,૦૭૫-૦૦ ની માંગણી કરી.
સરકારે કહ્યું કે, મુદ્દામાલ જે જમાદાર પાસે રખાતો હતો તે પાકિસ્તાન નાસી ગયો છે. તેથી મુદ્દામાલ સોનું પરત કરી શકાય એમ નથી.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, અરજદારનો દાવો ચાલી શકે નહી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે વેપારીની અટક કરવાનું કાર્ય રાજ્યનું કૃત્ય છે, અને તેથી તેની સામે પગલા લઈ શકાય નહી. વિદ્યાવતીના કેસથી આ કેસને જુદો તારવ્યો કલેક્ટર માટે ગાડી ચલાવવાનું કૃત્ય રાજ્યનું કૃત્ય ગણી શકાય નહી.
ન્યાયીક કૃત્યે યાને અદાલતી કૃત્યો
ન્યાયના યોગ્ય વિતરણ માટે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવા માટે ન્યાયાધીશોને ફરજ દરમિયાન સજાઓ વગેરે સામે મુક્તિ બક્ષવામાં આવી છે. જ્યુડિશિયલ ઓફિસર્સ પ્રોટેક્શન એક્ટ-૧૮૫૦ પ્રમાણે પોતાની કાનુની ફરજો બજાવતા દરમિયાન કરેલ કૃત્યો માટે તે જવાબદાર ઠરશે નહી.
અર્ધન્યાયીક કૃત્યો
ન્યાયતંત્ર માફક જ કેટલીક સ્વાયત્ત સંસ્થાઓ તપાસ સુનાવણી કરીને ન્યાય આપે છે. પરંતુ તેમને સ્વવિવેક વાપરવાની સત્તા વિશેષ હોય છે, અને તેથી ક્વોસી જ્યુડિશિયલ ઈન્સ્ટિટ્યુશન તરીકે તે ઓળખાય છે. જેમ કે, યુનિવર્સિટિઓ, કોલેજો, મંડળીઓ, મ્યુનિસિપાલિટિ કંપની વગેરે.
વહીવટી કૃત્યો
સરકારના કાયદાનો અમલ કરાવનાર કારોબારી કે વહીવટી તંત્ર છે. જો કે તે કારોબારીના કૃત્યને બચાવ ગણવામાં આવે છે. પરંતુ કારોબારીએ સત્તા તેની મર્યાદામાં અને શુભનિષ્ઠાથી વાપરી હોવી જોઈએ.
પિતૃ-અર્ધપિતૃ અધિકાર
બાળકનું યોગ્ય વર્તન સુધારવા સત્તા મા-બાપને છે. અલબત્ત શિક્ષા જરૂરી, વ્યાજબી અને મધ્યમસરની હોવી જોઈએ.
કેસ
રેક્ષ વિ. ન્યુપોર્ટ.
શાળાના શિક્ષકે ૧૬ વર્ષની નીચેના વિદ્યાર્થિને શેરીમાં બીડી પિતો જોયો તેથી તેને સોટી વડે માર માર્યો સ્કુલમાં કે જાહેરમાં બીડી પિવાની મનાઈ હતી. કોર્ટે ઠરાવ્યું કે શિક્ષા વાજબી હતી.
અનિવાર્ય જરૂરિયાતના કૃત્યો
એવા પણ બનાવો બને છે કે જ્યારે જનકલ્યાણ કે સમષ્ઠિના હિત આગળ વ્યક્તિગત રીતે નમવુ પડે છે. કારણ કે જ્યાં જન સમસ્તનું હિત એ જ સર્વોપરી કાનુન છે. જેમ કે, વહાણ ડુબતુ બચાવવા મુસાફરોનો સામાન દરિયામાં નાંખી દેવો, આગ વધુ ફેલાતી અટકાવવા કેટલાક મકાનો તોડી પાડી નાંખવા, ભૂખ હડતાલ ઉપર ઉતરેલ કેદીને બળજબરીથી ખોરાક ખવડાવવો વગેરે.
આવશ્યકતાના કૃત્યો
વિધાનસભાએ ઘડેલા અધિકૃત કૃત્યથી જો આપકૃત્ય થાય તો સરકાર માટે તે સારો બચાવ છે.
કેસ
વાઉધામ વિ. ટેકવેલ રેલ્વે કું.
પ્રતિવાદી કંપનીને વરાળથી ચાલતા એન્જિનનો ઉપયોગ કરવાની કાયદા અન્યવયે સ્તા હતી. આથી એન્જિનમાંથી ઉડતા તણખાને લીધે વાદીના આઠ એકરનું લાકડું સળગી ગયું. તેમાં પુરવાર થયું કે એન્જિનો કુશળતાથી બાંધવામાં આવ્યા હતા, વળી એન્જિનમાં સંપૂર્ણપણે તણખા ઉડતા બંધ કરવાનું શક્ય ન હતું, તેથી રેલ્વે કંપનીની કોઈ જવાબદારી થતી નથી.
કાનુની સત્તાથી કરેલા કૃત્યો.
કાનુની સત્તાથી રૂઈએ કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય તો તે ગુનો બનતો નથી તેવો બચાવ પ્રતિવાદી લઈ શકે છે.
રજા અને પરવાનગી.
જે સંમતિ આપે છે તેને હાનિ થતી નથી. (અ) (બ)ની જમીનમાં (બ)ની સંમતિથી પ્રવેશ કરે છે તો કોઈ અપકૃત્ય બનતુ નથી.
અનિવાર્ય અકસ્માત
(અ)નામનો એક માણસ રસ્તામાં એક વળાંક આગળ દારૂના નશામાં બેભાન પડ્યો છે. એક ટ્રક જ્યારે તે વળાંક પાસે આવે છે ત્યારે જ તે વખતે હવાના એક ઝાપટાથી ન્યુઝ પેપરનુ એક પેજ ઉડીને ટ્રકના કાચ ઉપર ચોંટી જાય છે, તેથી ટ્રક ચાલક રસ્તા ઉપર દારૂ પી ને પડેલા (અ) નામની વ્યક્તિને જોઈ શકતો નથી અને (અ)નું મૃત્યુ થાય છે. તેને અનિવાર્ય અકસ્માત કહી શકાય.
હકીકતની ભૂલ
કાયદા મુજબની ભૂલના બે પ્રકાર છે. એક કાયદાની ભૂલ તેમજ હકીકતની ભૂલ. કાયદાની ભૂલ ક્ષમ્ય નથી પરંતુ હકીકતની ભૂલ ક્ષમ્ય છે.
સામાન્ય અધિકારનો ઉપયોગ
જ્યારે કાયદેસરના હેતુ માટે કોઈ વ્યક્તિ પોતાના સામાન્ય અધિકારનો ઉપયોગ કરતો હોય તો તેનાથી નુકસાન થાય તો પણ તે અપકૃત્ય ગણી શકાય નહી. આવુ નુકસાન હાનિ વગરનું નુકસાન કહેવાય છે.
કોઈ વ્યક્તિ વેપારમાં વધુ નફો મેળવવા માટે આકર્ષક ઈનામ જાહેર કરીને પોતાનો નફો વધારે અને તેના કારણે તેના વેપારમાં વધારો થાય, પરંતુ બીજા વેપારીઓને નુકસાન થાય તો તે નુકસાન હાનિ વગરનુ નુકસાન કહેવાય અથવા સામાન્ય અધિકારના ઉપયોગ દરમિયાન થયેલુ નુકસાન ગણાય છે.
સ્વરક્ષણ
વ્યક્તિને પોતાના શરીર અને મિલકત તેમજ કબજામાંથી વસ્તુઓનું રક્ષણ કરવાનો હક્ક મળેલો છે. જેને સ્વરક્ષણનો હક્ક કહે છે. આ હક્કનો ઉપયોગ કરવા જતા કોઈ અપકૃત્ય થાય તો સ્વરક્ષણ એક સારો બચાવ ગણાય છે. પરંતુ આ બચાવનો લાભ માત્ર સ્વરક્ષણ માટે જ મળે છે.
વાદી પોતે અપકૃત્યકર્તા
વાદી જ્યારે પોતે જ પોતાના અપકૃત્ય માટે જવાબદાર હોય ત્યારે તે અપકૃત્યનો દાવો કરી શકે નહી. એટલે કે, વ્યક્તિ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરીને વળતર માંગી શકે નહી.
નજીવી હાની પહોંચાડતા કૃત્યો
કાયદો નજીવી બાબતોને લક્ષમાં લેતો નથી.
આ સુત્ર મુજબ કેટલાક નુકસાનો એટલા બધા નજીવા હોય છે કે સમાજમાં રહેનાર માણસોને તે સહન કરતા શીખવુ જોઈએ. ઈન્ડિયન પીનલ કોડની કલમ-૯૫ માં નજીવા કૃત્યોને ગુનો ગણાવામાં આવતો નથી.
દા.ત. આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને બાજુમાંથી પસાર થતી મોટરથી કાદવ ઉડે તો તેની નોંધ કાયદો લેતો નથી. એવી જ રીતે કોઈની પેનમાંથી સહી લઈ લેવામાં આવે, કોઈની દિવાલ ઉપર હાથ મૂકવામાં આવે, કોઈ વ્યક્તિને પાછળથી ધબ્બો મારવામાં આવે વગેરે.
નિરપેક્ષ જવાબદારીના અપકૃત્યની ચર્ચા કરો.
વ્યક્તિ પોતાની ભૂલ કે કસુરના કારણે જવાબદાર ઠરે એ તો સમજી શકાય પરંતુ એવા પણ કૃત્યો છે કે, જ્યાં વ્યક્તિની કોઈ ભૂલ, ઉપેક્ષા કે કસુર ન હોવા છતાં અપકૃત્યના કાયદા મુજબ તે જવાબદાર બને છે. વ્યક્તિને એવા પ્રસંગે ચુસ્ત કે નિરપેક્ષ જવાબદારીના સિદ્ધાંતથી જવાબદાર ગણવામાં આવે છે.
નિરપેક્ષ જવાબદારી કે ચુસ્ત જવાબદારીનો સિદ્ધાંત
તમારી વસ્તુનો ઉપયોગ એવી રીતે કરો કે જેથી બીજાને નુકસાન પહોંચે નહી.
કેસ
રાયલેન્ડ વિ. ફ્લેચર
ફ્લેચર ભાડાપટ્ટેથી જમીન લઈને કોલસાની ખાણ તરીકે તેનો ઉપયોગ કરતો હતો. આ ખાણની બાજુની જમીનમાં રાયલેન્ડ નામની વ્યક્તિએ પાણીનો સંગ્રહ કરવા સારૂ જળાશય બાંધવાનું નક્કી કર્યું હતું. જળાશયના કામ માટે લાયકાત ધરાવતા સ્વતંત્ર કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું. જળાશયનું ખોદકામ કરતા મજુરોને જૂના બાંધકામ તથા બાજુની કોલસાની ખાણ સાથે સંકળાયેલા પાણી જવાના માર્ગો તથા ફાટો જણાયેલા, પરંતુ તે જળાશયને પાણીથી ભરવામાં આવે ત્યારે એ જૂના માર્ગો તથા ફાટાને માટી અને કચરાથી પૂરી દેવાયા હતા. પણ પાણીનું દબાણ સહન કરે તે રીતે આ ફાટા અને માર્ગોને બરાબર પૂરી નાખવા માટે કોન્ટ્રાક્ટરે કાળજી લીધી ન હતી. જળાશય તૈયાર થતાં તેમાં થોડું પાણી ભરાતા પાણીના દબાણને લીધે જૂના માર્ગો તથા ફાટા દ્વરા કોલસાની ખાણમાં પાણી પેસી ગયું હતું. જેને લીધે ખાણમાં કામકાજ કરવુ અશક્ય બની ગયું હતું. તેથી વાદીએ પ્રતિવાદી સામે નુકસાન વળતર મેળવવા દાવો કર્યો હતો.
આ કેસમાં પ્રતિવાદી પક્ષે કોઈપણ ઉપેક્ષા હોવાનું સાબીત થઈ શક્યું ન હતું તેમાં નક્કી થયું હતું કે ઉપેક્ષાનો સવાલ અગત્યનો નથી. પ્રતિવાદીએ જળાશયમાં પાણીનો સંગ્રહ કર્યો હતો. તેથી પ્રતિવાદી પાણીનો સંગ્રહ પોતાના જોખમે જ રાખે છે એમ કહેવાય. તેથી આ કેસમાં પ્રતિવાદી રાયલેન્ડ વાદીને નુકસાન વળતર આપવા જવાબદાર હતા. એમ ઠરાવવામાં આવ્યું .
નુકસાન દુરસ્થતાનો નિયમ રે પોલેમીસના કેસના સંદર્ભમાં સમજાવો.
જે નુકસાના પ્રતિવાદીના કાર્યનું સીધુ પરિણામ નથી તે દુરસ્થ નુકસાન કહેવાય છે. દા.ત. કોઈ એક વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થાય તો વાહન ચલાવનાર તેની ઈજાના સંદર્ભમાં નુકસાન આપવા જવાબદાર થાય તે નુકસાન દુઃખ-દર્દ માટે, આવકની નુકસાની માટે, ખર્ચ માટે હોઈ શકે, પરંતુ તે કારણે તેનું સગપણ તૂટી જાય અને સસરાના ખર્ચે પરદેશ જવા ન મળે અને લાખો રૂપિયાનું નુકસાન થાય તે મળી શકે નહી.
રે પોલીમસ નો કેસ
એક વહાણના માલિકે માલની હેરફેર માટે પોતાનું વહાણ કેટલીક વ્યક્તિઓને ભાડે આપ્યું હતું. ભાડે લેનાર ચાર્ટર લેનાર કહેવાય છે. તેમણે માલ ખાલી કરવા એક એજન્સીને કામ સોંપ્યું હતું. આ એજન્સીના એક માણસે પેટ્રોલ વેપર ભરેલ ભારે પદાર્થ વહાણમાં નાંખતા ભડકો થયો અને પરિણામે સમગ્ર વહાણ નષ્ટ પામ્યુ. વહાણના માલિકે વહાણની કિંમત માટે દાવો કર્યો. નીચેની કોર્ટે અને અપીલની કોર્ટે ૨૦ વર્ષના ભાડાની રકમ અપાવી. તેમણે જણાવ્યું કે પેટ્રોલ વાળો ભારે પદાર્થ નાંખવાથી કંઈક નુકસાન થશે તેવું અનુમાન કરી શકાય, પરંતુ વહાણનો નાશ થશે તેવો ખ્યાલ આવે નહી. તેથી ૨૦ વર્ષના ભાડાનું નુકસાન અપાવ્યું.
પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સમાં ઠરાવ્યુ કે બેદરકારી ભર્યા કૃત્યના સીધા પરિણામ માટે જવાબદારી ઠરાવવી જ જોઈએ. લોર્ડ જસ્ટીસ સ્ક્રિુરોએ જણાવ્યુ કે, જ્યારે કાર્યના સીધા પરિણામ રૂપ અણધાર્યુ પરિણામ આવ્યું હોય ત્યારે તે અંગેની જવાબદારી ઉઠાવવા તૈયાર રહેવું જ જોઈએ. બેદરકારીનુ સીધુ પરિણામ જવાબદારી ઉત્પન્ન કરે છે.
રૂપાંતરની વ્યાખ્યા અને સમજુતી
રૂપાંતર એ જંગમ મિલકતને લગતુ અપકૃ્ત્ય છે.
કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની મિલકત જાણે કે પોતાની જ હોય તેમ ગણીને તેના માલિકના અધિકારો વિરૂદ્ધ વાપરે તો તે રૂપાંતર ગણાય.
રૂપાંતર કઈ રીતે થઈ શકે.
જ્યારે અન્ય વ્યક્તિને વસ્તુને ગેરકાયદેસર રીતે કબજે લેવામાં આવે ત્યારે.
જ્યારે કોઈ બીજી વ્યક્તિની ચીજવસ્તુ માલિકી હક્ક અજમાવવાના ઈરાદાથી માલિકના હક્ક વિરૂદ્ધ ગેરકાયદેસર રીતે કબજે લેવામાં આવે ત્યારે રૂપાંતર થયુ કહેવાય પરંતુ અહી ઈરાદો મહત્વનો છે.
જ્યારે કોઈ જંગમ મિલકત ખોટી રીતે કોઈને સોંપી દેવામાં આવે.
કાયદેસરના આધાર વિના કોઈની જંગમ મિલકત બીજાને સોંપવી એ રૂપાંતર બને છે. દા.ત. બેઈલી બેઈલમેન્ટ કરેલા માલને વેચી દે તો તે રૂપાંતર ગણાશે.
જ્યારે મિલકતને ગેરવ્યાજબી રીતે રોકી રાખવામાં આવે.
અન્યની ચીજ વસ્તુને માલિકના અધિકારથી વિસંગત હોય તે રીતે અટકાવી રાખવામાં આવે તો તે રૂપાંતર બને છે. દા.ત. એક છોકરાએ એક હીરો ઝવેરીને કિંમત નક્કી કરવા માટે આપ્યો, અને તે ઝવેરીએ તે પરત કર્યો નહી તો તે રૂપાંતરનું અપકૃત્ય ગણી શકાય.
જ્યારે જંગમ મિલકતને ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવે.
જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની વસ્તુને ખોટી રીતે ત્રીજી વ્યક્તિને વેચી દેવ તો તે રૂપાંતર ગણાશે. પરંતુ કેટલાક અપવાદ રૂપ સંજોગોમાં માલ ખરીદનાર તેના વેચનાર કરતા સારો અધિકાર પ્રાપ્ત કરતો હોય છે. તેવા સંજોગોમાં વેચાણનું કૃત્ય રૂપાંતર ગણાશે નહી. દા.ત. ખુલ્લા બજારમાં થયેલું વેચાણ.
જ્યારે જંગમ મિલકતનો ગેરવાજબી રીતે નાશ કરવામાં આવે.
વસ્તુના મુળ રૂપને બદલી નાંખવામાં આવે અને આવુ કૃત્ય વાદીના હક્ક વિરૂદ્ધ અને કોઈપણ પ્રકારના કાયદેસરના સમર્થન વિના કરવામાં આવે તો તે રૂપાંતર ગણાશે. દા.ત. વાદીના હક્કને નુકસાન કરવાના ઈરાદાથી અનાજનો લોટ કરી દેવો, કે રૂ નું સૂતર બનાવી દેવું. વાસ્તવમાં વસ્તુનો નાશ થતો નથી પરંતુ તેનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે.
જ્યારે માલિકના હક્કનો ઈન્કાર કરવામાં આવે.
જ્યારે કોઈ વ્યક્તિ બીજાની મિલકતનો કબજો ન ધરાવતી હોય પરંતુ એના માલિકી હક્કનો સ્વીકાર ન કરે અને એવુ કૃત્ય કરે કે જેથી તે વ્યક્તિના માલિકી હક્કનો ઈન્કાર કરે છે તેવુ સ્પષ્ટ થાય તો તે રૂપાંતર કહી શકાય. દા.ત. (અ) એ પોતાની માલિકીના કુતરાને સાંકળથી બાંધી રાખ્યુ છે, (બ) (અ)ના આવા માલિકી હક્કનો ઈન્કાર કરીને કુતરાને સાંકળથી છોડી નાંખે તો પણ તે રૂપાંતર કહેવાય છે.
રૂપાંતરના બચાવો.
માલિકની સંમતિ દ્વારા અથવા તેના દ્વારા મળેલી સત્તા.
જ્યારે માલના માલિકની સંમતિથી કૃત્ય કરવામાં આવ્યું હોય ત્યારે તે રૂપાંતર બનતુ નથી.
કાયદાની સત્તા
કાયદાની સત્તામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
જપ્તી અથવા ડીસ્ટ્રેસ
પ્રોસેસનો અમલ
નુકસાનકર્તા પ્રાણીની જપ્તી
માલિકથી વસ્તુનું પુનઃગ્રહણ
લીયનનો અધિકાર
વેચનારનો માર્ગ વહનમાં અટકાયતનો અધિકાર
ઉપદ્રવને દુર કરવો
જાન માલનું રક્ષણ
વિબંધન અથવા એસ્ટોપલ (એસ્ટોપલનો સિદ્ધાંત)
જ્યારે વસ્તુનો માલિક તેના વર્તનથી પ્રતિવાદીને અમુક કાર્ય કરવા માટે પ્રેરે જે રૂપાંતરમાં પરિણમે તો પ્રતિવાદી તે માટે જવાબદાર નથી કારણ કે તે વાદીએ કાર્ય કરાવ્યું છે અને તેથી તેને એસ્ટોપલનો બાધ નડે છે.
બદનક્ષીની વ્યાખ્યા આપો અને પ્રતિવાદીને તેમાં ક્યા બચાવો મળે છે તે જણાવો.
ભારતીય ફોજદારી ધારામાં આપેલી વ્યાખ્યા પ્રમાણે બદનક્ષી એટલે કોઈપણ વ્યક્તિની આબરૂને નુકસાન પહોંચાડવું.
બદનક્ષીના તત્વો.
પ્રતિવાદી જે નિવેદન કરે છે તે બદનક્ષીકારક હોવુ જોઈએ.
આવું નિવેદન અસત્ય હોવું જોઈએ. વાદીએ એ સાબિત કરવાનું નથી કે નિવેદન અસત્ય છે. પરંતુ પ્રતિવાદીએ તેને સાચુ સાબિત કરવાનું છે. કારણ કે બદનક્ષીકારક શબ્દો સાબિત ન થાય ત્યાં સુધી તે જુઠ્ઠા છે, તેવુ અદાલત માને છે.
બદનક્ષીકારક નિવેદન વાદીના સંદર્ભમાં કે તેને સંભોધીને કરવામાં આવેલું હોવુ જોઈએ.
બદનક્ષીકારક નિવેદન પ્રસિદ્ધ થયેલું હોવું જોઈએ.
કોઈપણ નિવેદન માત્ર લખાયેલું રહે, પરંતુ તે કોઈ વાંચે એવી શક્યતા ન હોય તો તે બદનક્ષી ગણી શકાય નહી. તે રીતે કોઈ વ્યક્તિ પોતાના મકાનમાં કોઈ ન સાંભળે તે રીતે બીજી વ્યક્તિ માટે બદનક્ષીકારક શબ્દો બોલે તો તે પ્રસિદ્ધ થયેલ ન કહેવાય, અને તેથી બદનક્ષીનું અપકૃત્ય બને નહી.
બદનક્ષીકારક નિવેદન કાયમી સ્વરૂપનું હોવું જોઈએ.
અપમાન લેખના સંદર્ભમાં એ જરૂરી છે કે, નિવેદન કાયમી સ્વરૂપનં હોય. જ્યારે બોલાયેલા શબ્દો એ અપમાન વચન કહેવાય છે, અને તે કાયમી સ્વરૂપના નથી.
બદનક્ષીના પ્રકારો.
૧. મૌખિક રીતે થતી બદનક્ષી એટલે કે અપમાન વચન (સ્લેન્ડર)
૨. લેખિત રીતે થતી બદનક્ષી એટલે કે અપમાન લેખ (લાઈબલ)
કેસ
કેસીડી વિ. ડેઈલી મીરર ન્યુઝ પેપર્સ
આ કેસમાં એક અખબારમાં શ્રી એમ.સી. અને મીસ એક્સ એમ બંનેના ચિત્રો પરણેલા ના કોલમમાં જોડાજોડ મૂકવામાં આવ્યા હતા. વાસ્તવમાં તે ભૂલ હતી તે બંને પરણેલા ન હતા. તેથી આવુ પ્રસિદ્ધ કરવાનું કૃત્ય બદલક્ષીકારક હતુ. આ કેસમાં બદનક્ષી કરવાનો ઈરાદો ન હતો, પરંતુ બદનક્ષી થઈ હતી. તેથી એમ ઠરાવવામાં આવ્યું કે, પ્રતિવાદી જવાબદાર છે. કારણ કે, બદનક્ષી ઈરાદા ઉપર નહી, પરંતુ બદનક્ષી થઈ છે તે હકીકત ઉપર આધાર રાખે છે.
બદનક્ષીના માન્ય બચાવો.
૧. સત્ય
સત્ય નિવેદન એના સાચા અર્થમાં સાચું હોવુ જોઈએ.
૨. શુદ્ધ અને પ્રામાણિક ટિકા
જો પ્રતિવાદીએ કરેલી ટીકા શુદ્ધ અને પ્રામાણિક હોય તેમજ જાહેર હિત માટે હોય તો તે બદનક્ષી નથી, અહિ નુકસાન હોવા છતા ઇન્જરી નથી તેમ કહી શકાય. શુદ્ધ અને પ્રામાણિક ટિકા દરેક સભ્ય સમાજની વ્યવસ્થાનું એક મૂલ્યવાન અંગ છે, અને તેથી તેને બચાવ તરીકે મૂકવામાં આવે છે. પરંતુ આવી ટિકા દ્રેષબુદ્ધીપૂર્વક થયેલી ન હોવી જોઈએ.
૩. વિશેથાધિકાર - વિશેષાધિકારના બે પ્રકાર છે.
૧. નિરપેક્ષ કે અમર્યાદીત વિશેષાધિકાર
અ. પાર્લામેન્ટની કાર્યવાહી દરમિયાન કરેલા નિવેદન
બ. ન્યાયતંત્રની કાર્યવાહી દરમિયાન કરેલા નિવેદન
ક. સરકારી નોકરો વચ્ચે ઓફિસિયલ બાબતો પર થયેલા નિવેદનો.
ડ. નૌકા અને મિલિટરિ ટ્રિબ્યુનલો સમક્ષ કાર્યવાહી દરમિયાન થયેલા નિવેદનો.
૨. સાપેક્ષ કે મર્યાદિત વિશેષાધિકાર.
અ. ફરજ બજાવતા કરેલા નિવેદનો.
બ. હિતના રક્ષણાર્થે કરેલા નિવેદનો.
ક. સોલિસિટર તથા તેના અસીલ વચ્ચે થયેલા ધંધાકિય નિવેદનો.
૪. સમાન હિતોની સાચવણી
૫. જાહેર સ્થાન ધરાવતી વ્યક્તિઓએ કરેલા નિવેદન.
દ્રેષપૂર્ણ અભિયોગના દાવામાં સફળ થવા વાદીએ શું સાબિત કરવું જોઈએ.
કાનુનિ કાર્યવાહીનો દુરૂપયોગ કરવામાં આવે તો તેના આધારે અનેક પ્રકારના અપકૃત્યો થઈ શકે છે. કોઈપણ નિર્દોષ વ્યક્તિની વિરૂદ્ધમાં કોઈ વ્યાજબી કારણ વિના, દ્રેષપૂર્ણ ઈરાદાથી ન્યાયનો હેતુ બર લાવવા નહિ, પરંતુ અયોગ્ય ઈરાદાથી વાદીના દેહને અથવા આર્થિક રીતે અથવા પ્રતિષ્ઠાની નિષ્ફળ હોજદારી નાદારીની અથવા ફડચામાં લઈ જવાની કાર્યવાહી છે.
દ્રેષપૂર્ણ અભિયોગના આવશ્યક તત્વો.
૧. વાદીએ
Comments
Post a Comment